13/10/2023
તા: ૧૩ / ૧૦ / ૨૦૨૩.
ગઈકાલે ગોરવા પોલીસ દવારા નાટકીય ઢબે કાયદા થી વિપરીત વર્તન કરી ચેક બાઉન્સ કેસ માં હારેલા અને કોર્ટ એ કુલ રૂ.૫/- લાખ ચૂકવી આપવાં - આરોપી (રીટાયર્ડ ઇન્કમટેક્ષ કર્મચારી) ને હુકમ કરેલ છે અને અપીલ વડોદરા સેસન્સ કોર્ટ ખાતે ચાલુ છે તેમ છતાં કાયદા થી ઉપરવટ જઈ ને તે કેસ નાં ફરિયાદી વિરુદ્ધ વ્યાજખોરી ની આક્ષેપિત ફરિયાદ કહેવાતા વયવહાર નાં ૫ વર્ષે દાખલ કરી.
આ ફરિયાદ નાં કામે જાણે આરોપી રીઢો ગુન્હેગાર હોય તેવી રીતે ફરિયાદ દાખલ થતા પેહલાં જ ગોરવા પોલીસ આવી તેને ઉઠાવી ગઈ, મોબાઈલ તુરંત બંધ કરાવી દીધો અને લોક-અપ ભેગો કર્યો.
જુન ૨૦૨૩ માં તેમજ ઓગસ્ટ ૨૦૨૩ માં વડોદરા શહેર પોલીસ કમિશ્નર તેમજ અન્ય જગ્યા એ ગોરવા પોલીસ ની હેરાનગતિ ની ફરિયાદ પણ કરેલ છે. તે ઠેર ની ઠેર.
તેથી આગળ આગોતરા અરજી પણ કોર્ટ માં કરેલ અને તેમાં ય પોલીસ ને સ્પષ્ટ ડાયરેકશન હોવા છતાં કાયદા થી ઉપરવટ પોલીસ નું વર્તન.
આજરોજ આરોપી ને કોર્ટ માં લાવતાં ની સાથે કોર્ટ એ કાયદા નું ભાન કરાવ્યું. પોલીસ ને આદેશ આપ્યાં કે આરોપી ને તાત્કાલિક છોડી દેશો.
શહેર પોલીસ કોર્ટ નાં હુકમો ને પીસ ઓફ પેપર સમજી ને મજાક કરી રહી છે તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે. હવે આગળ નાં.કોર્ટ નાં હુકમ ની અવઘણના ની જે કોઈ કાર્યવાહી થાય તે જોવી રહી.
પોલીસ જ ભયજનક વાતાવરણ ઉભું કરે, કોર્ટ નાં હુકમ નું ય પાલન ના કરે અને ઉપરી અધિકારીઓ ને લેખિત માં પુરાવા સાથે જાણ કરે તો ય ઠેર નું ઠેર તંત્ર, જે ત્યારે પ્રજા માટે ચિંતા નો વિષય બનેલ છે.
કેમ આટલી બધી કિન્નાખોરી.?
કેમ રક્ષક જ ભક્ષક બની રહ્યો છે.?
હવે મોટી સોપારી લે તેમાં નવાઈ નહિ.!
બની શકે સાચું કરવું તંત્ર ને ન ગમે, પણ સારું લગાડવા નું કામ આપણે કરી શકીશું નહિ.
(આક્ષેપિત આરોપી તર્ફે વકીલ: ભૌમિક શાહ, ટીમ સ્વરાજ લો ફર્મ.)
🙏🏻🇮🇳🎓