Surat District Bar Association

Surat District Bar Association Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Surat District Bar Association, Lawyer & Law Firm, Room No. :/421, Surat District Court, Athwalines, Surat.

સુરત જિલ્લા વકીલ મંડળની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજન પટેલ સાથે શુભેચ્છા મુલાકાતઆજરોજ સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુ...
03/07/2026

સુરત જિલ્લા વકીલ મંડળની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત
આજરોજ સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખશ્રી ઉદયભાઈ એચ. પટેલ, ઉપપ્રમુખશ્રી સંજયભાઈ જે. પટેલ તથા સહમંત્રીશ્રી કવન એમ. પટેલ દ્વારા સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ.
મુલાકાત દરમિયાન વકીલશ્રીઓને પડતી વિવિધ સમસ્યાઓ, ખાસ કરીને કોર્ટ પરિસરમાં પાર્કિંગની ગંભીર સમસ્યાના વહેલા અને કાયમી ઉકેલ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી. ઉપરાંત, ગુજરાતમાં પ્રથમ વખત યોજાનારી એડવોકેટ્સ ચેસ ટુર્નામેન્ટ અંગે પણ સકારાત્મક ચર્ચા કરવામાં આવી.
સુરતના વકીલશ્રીઓના હિત માટે સુરત જિલ્લા વકીલ મંડળ સતત કાર્યરત છે અને વિવિધ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે.
LegalCommunity

આજરોજ સુરત શહેરના મેયર શ્રીમતી માયાબેન માવાણીની શુભેચ્છા મુલાકાત લીધી અને વકીલોને પડતી મુશ્કેલી બાબતે રજૂઆતો કરી.       ...
22/06/2026

આજરોજ સુરત શહેરના મેયર શ્રીમતી માયાબેન માવાણીની શુભેચ્છા મુલાકાત લીધી અને વકીલોને પડતી મુશ્કેલી બાબતે રજૂઆતો કરી.
# TeamWork

🧘‍♂️ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2026 🧘‍♀️આજે માનનીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજશ્રી, સુરતના આમંત્રણને અનુસરીને જિલ્લા ન્યાયા...
21/06/2026

🧘‍♂️ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2026 🧘‍♀️
આજે માનનીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજશ્રી, સુરતના આમંત્રણને અનુસરીને જિલ્લા ન્યાયાલય, સુરત ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ન્યાયાધીશશ્રીઓ, સુરત જિલ્લા વકીલ મંડળના પ્રતિનિધિઓ તથા કોર્ટ સ્ટાફની ઉપસ્થિતિમાં સૌએ યોગાભ્યાસ કરી સ્વસ્થ શરીર, શાંત મન અને તંદુરસ્ત જીવનશૈલીનો સંદેશ આપ્યો.
"યોગ એ માત્ર વ્યાયામ નથી, પરંતુ જીવનને સંતુલિત અને સકારાત્મક બનાવવાની એક જીવનપદ્ધતિ છે."
🧘 સુરત જિલ્લા વકીલ મંડળ

🧘‍♂️ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૧ જૂન 🧘‍♀️સુરત જિલ્લા વકીલ મંડળ તરફથી તમામ વકીલશ્રીઓ, ન્યાયાધીશશ્રીઓ તથા નાગરિકોને આંતરરા...
21/06/2026

🧘‍♂️ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૧ જૂન 🧘‍♀️

સુરત જિલ્લા વકીલ મંડળ તરફથી તમામ વકીલશ્રીઓ, ન્યાયાધીશશ્રીઓ તથા નાગરિકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ.

"યોગ એ માત્ર વ્યાયામ નથી, પરંતુ સ્વસ્થ શરીર, શાંત મન અને સંતુલિત જીવન તરફનો માર્ગ છે."

વ્યસ્ત વકીલાત જીવનમાં રોજ થોડો સમય યોગ માટે ફાળવીએ, તંદુરસ્ત રહીએ અને સકારાત્મક ઊર્જા સાથે ન્યાયસેવામાં યોગદાન આપીએ.

"કરો યોગ – રહો નિરોગ."

સુરત જિલ્લા વકીલ મંડળ

10/06/2026

🏥 સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન તથા કિરણ હોસ્પિટલના સંયુક્ત સહયોગથી તારીખ :૦૧/૦૫/૨૦૨૬ અને ૦૨/૫/૨૦૨૬ ના રોજ નિઃશુલ્ક મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં વકીલ મિત્રો તથા ઉપસ્થિત સભ્યો માટે BMI, બ્લડ પ્રેશર (BP), રેન્ડમ બ્લડ શુગર (RBS), SpO2, ECG, આંખોની તપાસ તેમજ જનરલ ફિઝિશિયન દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
આધુનિક ટેકનોલોજી અને નિષ્ણાત ડોક્ટરોની સેવા દ્વારા સૌએ આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સુંદર સંદેશ મેળવ્યો.
આ આયોજનને સફળ બનાવવા સહકાર આપનાર તમામ ડોક્ટરશ્રીઓ, આયોજકો તથા ઉપસ્થિત સૌનો હાર્દિક આભાર. 🙏🏻
Advocates

🌱 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તારીખ : ૦૫/૦૬/૨૦૨૬ ના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરત દ્વારા આયોજિત વૃક્ષારોપણ અભિ...
10/06/2026

🌱 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તારીખ : ૦૫/૦૬/૨૦૨૬ ના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરત દ્વારા આયોજિત વૃક્ષારોપણ અભિયાન તથા પર્યાવરણીય જાગૃતિ શિબિરમાં સુરત બાર એસોસિએશનના હોદ્દેદારોને આમંત્રિત કરેલ જેમાં આ આયોજનનો ભાગ બનાવી તેમાં ઉત્સાહભેર ઉપસ્થિત રહી, પર્યાવરણની સુરક્ષા અને હરિયાળો સમાજ બનાવવાનો સંકલ્પ લઈને સૌએ વૃક્ષારોપણ કરી “એક વૃક્ષ – એક જીવન” નો સંદેશ આપ્યો હતો. 🌿
આ સુંદર આયોજન બદલ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.🙏
GoGreen

27/04/2026
તા.:- 26 જાન્યુઆરી, 2026 ના રોજ સુરત ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ, સુરત ખાતે  77 માં પ્રજાસતાક દિવસ ની ઉજવણી કરવામાં આવી...
19/02/2026

તા.:- 26 જાન્યુઆરી, 2026 ના રોજ સુરત ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ, સુરત ખાતે 77 માં પ્રજાસતાક દિવસ ની ઉજવણી કરવામાં આવી. સુરતના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.એ ત્રિવેદી સાહેબ શ્રી દ્વારા ધ્વજ રોહાણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જજ સાહેબ શ્રીઓ, સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદાર શ્રીઓ, સિનિયર એડવોકેટ શ્રીઓ, જુનિયર એડવોકેટ શ્રીઓ તેમજ કોર્ટ સ્ટાફ ના મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.એ ત્રિવેદી સાહેબ શ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખશ્રી ઉદયભાઈ પટેલ સાહેબ દ્વારા પ્રસંગિક ઉદબોધન કર્યું હતું.

ઉતરાણ પર્વ નજીક આવી રહ્યો છે તે બાબતને ધ્યાનમાં રાખી, સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વ...
10/01/2026

ઉતરાણ પર્વ નજીક આવી રહ્યો છે તે બાબતને ધ્યાનમાં રાખી, સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વાહન ચાલકોને પતંગના દોરાથી થતી ઇજાઓથી રક્ષણ મળે તે હેતુસર “નેક સેફ્ટી બેલ્ટ” નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ સાથે વકીલ મિત્રોને તથા તેમના પરિવારને કેવી રીતે રક્ષણ કરવું તે જાગૃત કરવામાં આવ્યા.

Address

Room No. :/421, Surat District Court, Athwalines
Surat
395007

Alerts

Be the first to know and let us send you an email when Surat District Bar Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share