Adv_Jaldip_Vora_official

Adv_Jaldip_Vora_official Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Adv_Jaldip_Vora_official, Surat.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ , સુરત દ્વારા અંદાજિત ૨૦૦ કરોડના ખર્ચે ૧૦૦૦ ભાઈઓ તથા ૫૦૦ બહેનો માટે , ભવ્ય ર હોસ્ટેલ પ્રોજ...
23/09/2021

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ , સુરત દ્વારા અંદાજિત ૨૦૦ કરોડના ખર્ચે ૧૦૦૦ ભાઈઓ તથા ૫૦૦ બહેનો માટે , ભવ્ય ર હોસ્ટેલ પ્રોજેકટ નિમાણ થનાર છે . જેનું ભૂમિ પુજન તા . ૧૫-૧૦-૨૦૨૧ , વિજયાદશમી ના રોજ સવારે ૯.૩૦ કલાકે થનાર આ સમાહરોનું આગોતરું નિમંત્રણ તથા વ્યવસ્થા અંગેની જવાબદારી આપવા માટે પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા અને હોદ્દારો દ્વારા સમાજના યુવાનો સાથે ખાસ મીટીંગનું આયોજન કરેલ છે . જેમાં ઉપસ્થિત રહેવા માટે આપને હાર્દિક નિમંત્રણ છે .

યુવા જાગૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ વતી  રક્તદાન કેમ્પમાં  અમારી ટીમે હાજરી આપી અને તેના વતી મોટા વરાછા સમિતિ દ્વારા અમારું સ્વા...
22/09/2021

યુવા જાગૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ વતી રક્તદાન કેમ્પમાં અમારી ટીમે હાજરી આપી અને તેના વતી મોટા વરાછા સમિતિ દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું.🎉 અને આ એક પલ ખુબ જ યાદગાર બનેલ.અને આમારી આ ટીમ દ્વારા જે રક્ત દાન કરવામાં આવ્યું છે એનાથી ધણા લોકો ના જીવન બચી જાય છે અને તેના ઘરમાં ખુશી લહેરાય છે. Yuva jagriti education charitable trust

આ ઘટના ફ્લોરિડા ની છે ...! જ્યાં માત્ર પંદર વરહનો છોકરો મોટા સ્ટોર માંથી ચોરી કરતાં પકડાઈ ગયો, સ્ટોર કીપર ની ધરપકડથી બચવ...
21/09/2021

આ ઘટના ફ્લોરિડા ની છે ...!

જ્યાં માત્ર પંદર વરહનો છોકરો મોટા સ્ટોર માંથી ચોરી કરતાં પકડાઈ ગયો, સ્ટોર કીપર ની ધરપકડથી બચવા ભાગવાના પ્રયાસમાં એણે સ્ટોરનો એક કાચ પણ તોડી નાખ્યો !
છતાં પણ પકડાઈ જતા પોલીસના હવાલે કરી અદાલતના કઠેરા માં લાવવામાં આવ્યો,

જજ સાહેબે ગુનો સાંભળ્યો અને છોકરાને પૂછ્યું

શુ તે ખરેખર સ્ટોર માંથી કાંઈ ચોરી કરી છે..??

છોકરાએ માથું નીચે ઝુકાવી કહ્યું બ્રેડ અને અને પનીરનું પેકેટ

જજ:- કેમ

છોકરો:- મારે જરૂર હતી

જજ:-- ખરીદી લેવું જોઇએ ને..?

છોકરો :-- પૈસા હતા નહીં..

જજ:- ઘર વાળા પાસેથી લઈ લેવા જોઈએ ને ?
છોકરો :- ઘરમાં ફક્ત માં છે અને એ પણ બીમાર અને બેરોજગાર છે, બ્રેડ અને પનીર પણ એના માટે જ ચોર્યા હતા !

જજ - તું કાંઈ કામ ધંધો નથી કરતો ?

છોકરો- એક ગેરેજ માં કાર વોશ કરતો હતો પણ માં ની દેખભાળ કરવા એક દિવસની રજા લીધી હતી તો નોકરી માંથી મને કાઢી મુક્યો !

જજ:- ચોરી કરતા પહેલા કોઈની મદદ માંગી લીધી હોત તો ?

છોકરો:- સવારથી ઘરેથી નીકળ્યો હતો લગભગ પચાસેક લોકો પાસે મદદ માંગી અને આખરે નહિ મળવાને કારણે મેં આ પગલું ભર્યું હતું !

આરોપી સાથે પૂછપરછ પુરી થયા પછી જજે ફેંસલો સંભળાવવા નું શરૂ :-

આ ઉંમરે દીકરાને બીમાર માં માટે બ્રેડ અને પનીરની ચોરી કરવી પડે એ વાત શરમજનક ગુનો છે અને આ ગુના માટે આપણે સૌ જવાબદર છીએ !

અદાલતમાં હાજર હરેક વ્યક્તિ કોર્ટ સહિત અને અમે પણ આવી વ્યથા માટે જવાબદારી છીએ એટલા માટે અહીં હાજર હરેક વ્યક્તિ ઉપર દસ-દસ ડોલરનો દંડ લગાવવામાં આવે છે, દસ ડોલર દીધા વગર કોઈ વ્યક્તિ અહીં થી બહાર જઈ નહીં શકે !

એવું કહીને જજ સાહેબે પણ પોતાના ખિસ્સા માંથી કાઢ્યા અને ફરી લખવાનું શરૂ કર્યું:-

આ સિવાય હું સ્ટોર ઉપર એક હજાર ડોલરનો દંડ કરું છું એટલા માટે કે એણે એક ભુખ્યા બાળક સાથે ગેર ઇન્સાનિયત વર્તુણક કરી પોલીસને હવાલે કર્યો છે !

જો ચોવીસ કલાકમાં દંડ જમા નથી કરાવ્યો તો કોર્ટ સ્ટોરને સીલ કરવાનો હુકમ આપી દેશે !

દંડ ની સપૂર્ણ રકમ આ છોકરાને આપી કોર્ટે છોકરા પાસે સામાજિક પરિસ્થિતિ બદલ માફી માંગી !

ફેંસલો સંભળાવ્યા બાદ કોર્ટમાં હાજર લોકોની આંખો માંથી આંસુ વરસી રહ્યા હતા અને છોકરાના ગળામાં પણ ડૂમો ભરાઈ ગયો હતો એ છોકરો વારંવાર જજ સામે જોઈ રહ્યો હતો અને પોતાના આંસુ છુપાવી બહાર નીકળી ગયો

શુ આપણા દેશમાં કચારેય પણ આજ સુધી માં એવો નિર્ણય થયો..?
આવા સંવેદનશીલ અને ઈમાનદાર ન્યાયિક ચરિત્રવાન જજ આપણા દેશમાં નથી...??

કદાચ એટલા માટે આપણા દેશમાં તો 20-20 અને 25-25 વરહ પછી પણ જ્યારે કોઈ વ્યક્તિ નિર્દોષ સાબિત થાય છે તો પણ એને માત્રને માત્ર માનનીય કોર્ટ પોતાની રહેમત સમજી છોડી મુકવાને પણ ઉપકાર માને છે

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Adv_Jaldip_Vora_official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share