Ghanshyam patel

Ghanshyam patel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ghanshyam patel, Criminal lawyer, Modasa.

23/02/2026
લીગલ જાગૃતિ ...વડા દીતવારનો પવિત્ર સંકલ્પ..ફાગણ માસના પ્રથમ રવિવારે વડા દીતવાર નિમિત્તે ભમરેચી માતાજી મંદિર ખાતે ભવ્ય મહ...
23/02/2026

લીગલ જાગૃતિ ...વડા દીતવારનો પવિત્ર સંકલ્પ..

ફાગણ માસના પ્રથમ રવિવારે વડા દીતવાર નિમિત્તે ભમરેચી માતાજી મંદિર ખાતે ભવ્ય મહામેળા પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી દ્વારા લીગલ જાગૃતિ સેમિનાર યોજાયો...

ધાર્મિક અને સાંસ્કૃતિક સમાગમ વચ્ચે કાનૂની જાગૃતિનો આ અનોખો પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો... સેમિનારમાં ભક્તજનો અને ગ્રામજનોને ..

• મફત કાનૂની સહાય યોજના,
• નારી અને બાળ સુરક્ષા કાયદા
• બંધારણીય મૂળભૂત અધિકારો
વિશે સરળ અને વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ પ્રસંગે ચીફ એલ.એ.ડી.સી. શ્રી ડી. એલ. વણકર, ડેપ્યુટી ચીફ એલ.એ.ડી.સી. શ્રી એ. એ. શેખ, ડેપ્યુટી ચીફ એલ.એ.ડી.સી. શ્રી પી. ડી. ભરાડા, ડેપ્યુટી ચીફ એલ.એ.ડી.સી. શ્રી જી. એમ. પટેલ તથા આસિસ્ટન્ટ એલ.એ.ડી.સી. શ્રી ડી. જી. વણકર ઉપસ્થિત રહ્યા.

ડેપ્યુટી ચીફ એલ.એ.ડી.સી. તથા રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ એડવોકેટ શ્રી ઘનશ્યામભ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે –
“ન્યાય માત્ર અદાલતોમાં સીમિત નથી; ન્યાય ત્યારે જીવંત બને છે જ્યારે સામાન્ય નાગરિક પોતાના અધિકારો વિશે જાગૃત બને. કાનૂની સહાય દરેક માટે ઉપલબ્ધ છે .. જરૂર છે તો માત્ર જાણકારી અને સંકલ્પની.”

આ સેમિનાર દ્વારા ધાર્મિક મેળાને કાનૂની જાગૃતિના ઉત્સવમાં પરિવર્તિત કરવામાં આવ્યો. સમાજમાં ન્યાય, અધિકાર અને જવાબદારી પ્રત્યે જાગૃતિ વધે – એ જ આ પ્રયાસનો મુખ્ય હેતુ રહ્યો.

ન્યાય ગરીબ અને વંચિત સુધી… કાયદો અને કરુણા સાથે-સાથે...

Legal awareness..
20/12/2025

Legal awareness..

અરવલ્લી એલ.એ.ડી.સી. ટીમ સાથે ન્યાયાધીશોની  પ્રેરણાદાયી મુલાકાત ..  ૧૬ નવેમ્બર ૨૦૨૫, રવિવારના પવિત્ર દિવસે ગુજરાત રાજ્ય લ...
18/11/2025

અરવલ્લી એલ.એ.ડી.સી. ટીમ સાથે ન્યાયાધીશોની પ્રેરણાદાયી મુલાકાત ..

૧૬ નવેમ્બર ૨૦૨૫, રવિવારના પવિત્ર દિવસે ગુજરાત રાજ્ય લીગલ સર્વિસ ઓથોરિટીના કારોબારી અધ્યક્ષ માન. ગુજરાત હાઇકોર્ટ ન્યાયાધીશ શ્રી અલ્પેશ વાય. કોગજે સાહેબ તેમજ માન. હાઇકોર્ટ ન્યાયાધીશ શ્રી દિવ્યેશ એ. જોશી સાહેબ, તથા ગુજરાત રાજ્ય લીગલ સર્વિસ ઓથોરિટીના સભ્ય સચિવ સુશ્રી એચ. એમ. પવાર સાહેબે અરવલ્લી જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી ખાતે પધારી મહત્વપૂર્ણ મુલાકાત લીધી હતી...

અરવલ્લી જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીના અધ્યક્ષ માન. જિલ્લા ન્યાયાધીશ તથા પ્રિન્સિપલ સેશન જજ શ્રીમતી આશાબેન એન. અંજારિયા સાહેબ તથા જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીના સચિવ શ્રી એમ. જે. ખોજાદા સાહેબની આગેવાની હેઠળ આ મુલાકાતને સૌહાર્દપૂર્ણ, માર્ગદર્શક અને અત્યંત ઉપયોગી બનાવી હતી...

મુલાકાત દરમિયાન માનનીય ન્યાયમૂર્તિઓએ

એલ.એ.ડી.સી. (Legal Aid Defense Counsel System) અરવલ્લી ટીમ સાથે સંવાદ કર્યો,

તેમની કાર્યપદ્ધતિ, પડકારો અને રોજિંદી પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપ્યું,

પીસીપી મોડેલ અને ક્વોલિટી લીગલ એડ સુનિશ્ચિત કરવા માટે અગત્યના સૂચનો આપ્યા,

તેમજ ન્યાયને સામાન્ય માનવીની પહોંચ બનાવી આપવા માટે એલ.એ.ડી.સી. દ્વારા કરવામાં આવતા કાર્યને સરાહનીય ગણાવ્યું...

પછી માનનીય ન્યાયમૂર્તિઓએ એલ.એ.ડી.સી. અરવલ્લી ઓફિસ ની મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થા, દસ્તાવેજીકરણ, લિટિગેશન પ્રોસેસ અને સેવા-ધોરણોનું અવલોકન કર્યું.
આ મુલાકાતે એલ.એ.ડી.સી. ટીમને નવી ઉર્જા, દિશા અને પ્રોત્સાહન મળ્યું છે...

અરવલ્લી જિલ્લા માટે આ દિવસ વિશેષ ગણાય, કારણ કે ન્યાયની વ્યાપક સેવા અને ગુણવત્તાયુક્ત લીગલ એડ પ્રત્યે રાજ્યસ્તરથી મળેલી આ માન્યતા અમને વધુ સંકલ્પબદ્ધ બનાવે છે...

ઘનશ્યામ પટેલ
ડેપ્યુટી લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ
(રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ)

સ્ત્રીઓ માટે કાયદાની રક્ષાકવચ – કીડી -લાલપુરમાં નોંધપાત્ર જાગૃતિ કાર્યક્રમ ...   સ્થળ: કીડી- લાલપુર, તાલુકો ધનસુરા, જિલ્...
01/08/2025

સ્ત્રીઓ માટે કાયદાની રક્ષાકવચ – કીડી -લાલપુરમાં નોંધપાત્ર જાગૃતિ કાર્યક્રમ ...

સ્થળ: કીડી- લાલપુર, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી
તારીખ: 1-8-2025..

સ્ત્રી સશક્તિકરણ અને ઘરેલુ હિંસા અધિનિયમ – 2005 વિષયક જાગૃતિ...

"જ્યાં નારીની ઈજ્જત થાય, ત્યાં દેવતાઓ વસે" – આ સંસ્કૃત વાક્ય આજે સાર્થક બન્યું છે.

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના કીડી લાલપુર ગામમાં નારી વંદના સપ્તાહ અંતર્ગત મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ કાયદાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો...

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા:
* શ્રી બી.એન. પટેલ – સિવિલ જજ અને ફુલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી.

* શ્રીમતી હસીનાબેન મન્સૂરી – બાળ અને મહિલા કલ્યાણ અધિકારી
* શ્રી રમેશભાઈ ચૌધરી – પ્રોટેક્શન ઓફિસર, ઘરેલું હિંસા કેસો માટે
* શ્રી રેશ્માબેન નીનામા – જિલ્લા માહિતી અધિકારી
* શ્રી અક્રમભાઈ – ઓફિસ સ્ટાફ, બાળ અને મહિલા કલ્યાણ વિભાગ.

વિશિષ્ટ પ્રવચન આપ્યું...
એડવોકેટ ઘનશ્યામ પટેલ, ડેપ્યુટી લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ (રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ)

ઘનશ્યામભાઈએ ગામડાની ભાષામાં, હાસ્ય અને ઉદાહરણોથી ભરપૂર રીતે મહિલા હક્કો અંગે ચર્ચા કરી. તેમણે સમજાવ્યું કે ઘરેલું હિંસા અધિનિયમ – 2005 સ્ત્રીઓને માત્ર શારીરિક નહિ, પરંતુ માનસિક, આર્થિક અને મૌખિક ત્રાસ સામે પણ રક્ષા આપે છે.

મહિલાઓને પોતાના અધિકારો વિશે માહિતી આપવી એ ખરેખર ન્યાયને ઘરે લાવવાનો પહેલો પગથિયો છે. કાર્યક્રમમાં હાજર તમામ શ્રમજીવી અને દૂધપાલક બહેનો દ્વારા પ્રશ્નોત્તરી અને પ્રતિસાદે ઉર્જાવાન વાતાવરણ સર્જાયું...

ઘટનાની ઝલકીઓમાં થી...

*બહેનોનું ઉત્સાહ અને ભાગીદારી
* કાયદાની સમજ આપતો વિડીયો અને વાર્તાઓ
*
✔️ ગામડાની ભાષામાં, સરળતાથી સમજાય તેવું દ્રષ્ટાંતભર્યું પ્રસ્તુત જીવનપ્રેરક ભાષણ

🙏 અંતે એકજ સંદેશ..
"નારી જાત કોઈ પણ રીતે નબળી નથી – બસ તેને કાયદાની ઓળખ અને સહારાની જરૂર છે. ઘરથી શરૂ કરીને કોર્ટ સુધીનો માર્ગ હવે ખૂલ્લો છે."

એડવોકેટ ઘનશ્યામ પટેલ
ડેપ્યુટી લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ, અરવલ્લી @ મોડાસા
(રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ)

31/07/2025

અરવલ્લી પોક્સો કેસમાં આરોપી નિર્દોષ જાહેર: કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદોલીગલ એડ કાઉન્સિલની દલીલો સફળ: પોક્સો કેસમા.....

30/07/2025
30/07/2025
શીણાવડ હાઈસ્કૂલમાં POCSO જાગૃતિ શિબિર – બાળકો માટે જ્ઞાન, મજા અને જાગૃતિનો સમાનોઘટ મેળાવડો!..આજરોજ મોડાસા તાલુકાની શીણાવ...
29/07/2025

શીણાવડ હાઈસ્કૂલમાં POCSO જાગૃતિ શિબિર – બાળકો માટે જ્ઞાન, મજા અને જાગૃતિનો સમાનોઘટ મેળાવડો!..

આજરોજ મોડાસા તાલુકાની શીણાવડ હાઈસ્કૂલ ખાતે બાળમિત્રો માટે અનોખું અને અર્થપૂર્ણ આયોજન કરવામાં આવ્યું – POCSO કાયદા અંગે જાગૃતિ શિબિર.
આ શિબિરનું મુખ્ય ઉદ્દેશ બાળકમિત્રો માટે મોબાઈલના દુરુપયોગ, કુમળા વય ના બાળકો "પ્રેમ"ના ખતરાઓ અને POCSO કાયદાના દાયરા વિશે સરળ ભાષામાં સમજ આપવાનું હતું...

કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા: 🔹 શ્રી બી.એન. પટેલ સાહેબ – સિનિયર સિવિલ જજ અને ફુલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, અરવલ્લી..

શ્રી ડી.એલ. વણકર સાહેબ – ચીફ એલ.એ.ડી.સી., અરવલ્લી

એડવોકેટ ઘનશ્યામ પટેલ – ડેપ્યુટી એલ.એ.ડી.સી., અરવલ્લી (રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ)

વિશેષ નોંધનીય વાત એ રહી કે શ્રી ઘનશ્યામ પટેલ દ્વારા બાળકોને "મોબાઈલ, reel અને real ભવિષ્ય" વિષય પર હાસ્યસભર, સરળ અને હૃદયસ્પર્શી સંવાદ સાથે કાયદાની ગંભીરતાઓ સમજાવવામાં આવી. બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર સાંભળ્યું, હસ્યા પણ અને શીખ્યા પણ!

📌 બાળકોને સમજાવવામાં આવ્યું કે… 🔸 18 વર્ષની ઉંમર પહેલા જે કોઈ જાતીય સંપર્ક કે ખોટી હરકતો કરે છે – તે POCSO કાયદા હેઠળ ગુનો બને છે...

🔸 મોબાઈલ અને સોશિયલ મીડિયા ખોટી દિશામાં લઈ જતું હોય તો થંભવું જરૂરી છે...

🔸 1098 જેવી હેલ્પલાઈન સાથે બાળકો કોઈ પણ ખોટી સ્થિતિમાં સહાય મેળવી શકે છે...

🎓 આ સમગ્ર શિબિરનું સુચારૂ સંચાલન આચાર્યશ્રી મયુર પટેલ અને શાળાના શિક્ષકમંડળે ભાવપૂર્વક કર્યું...
વિદ્યાર્થીઓએ અંતે પોતાના પ્રશ્નો પણ પુછ્યા અને કાયદાને સમજી તેના અનુભવ વ્યક્ત કર્યા...

💬 બાળમિત્રો માટે સાચા અર્થમાં આજે કાયદો એક કઠણ શબ્દ ન રહી, પણ રક્ષણકવચ બનીને ઊભો રહ્યો!

💐 શીણાવડ હાઈસ્કૂલની સમગ્ર ટીમ અને તમામ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર, જેમના સહયોગથી આવું સારા ઉદ્દેશનું કાર્યક્રમ સફળતાપૂર્વક સંભવ બન્યો...

Address

Modasa
383315

Telephone

+919427859128

Website

Alerts

Be the first to know and let us send you an email when Ghanshyam patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ghanshyam patel:

Share