Jal Patel

Jal Patel Founder, Mothers Foundation. Protecting Gujarat’s farming families’ homes & land — Pro Bono,| Social & | Political Activist | Climate Activist |

કાંડા પર બંધાતો રક્ષાસૂત્રનો આ પવિત્ર દોરો સદાય ભાઈ-બહેનના સ્નેહ અને વિશ્વાસને અખંડ રાખે.આપ સહુને રક્ષાબંધનના પાવન પર્વન...
28/08/2026

કાંડા પર બંધાતો રક્ષાસૂત્રનો આ પવિત્ર દોરો સદાય ભાઈ-બહેનના સ્નેહ અને વિશ્વાસને અખંડ રાખે.
આપ સહુને રક્ષાબંધનના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 🍬🌸

23/08/2026

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે જામનગર કિસાન સત્યાગ્રહ છાવણી: ખેડૂતોના હક અને ન્યાય માટે બુલંદ અવાજ! 🚜🌾

​જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે ચાલી રહેલી કિસાન સત્યાગ્રહ છાવણીમાં ખેડૂતોના બંધારણીય હકો અને હાઈ ટેન્શન લાઈન વિરોધ આંદોલન મુદ્દે થયેલું સણસણતું અને પ્રેરણાદાયી ભાષણ.

મુખ્ય મુદ્દાઓ:
હક અને ન્યાય: ખેડૂતો કોઈની પાસે ભીખ નથી માગતા, પોતાની જમીન પર બંધારણીય હક માગી રહ્યા છે.

તાત્કાલિક કામ બંધ કરો: ખેડૂતોની મંજૂરી વગર ખેતરોમાં હાઈ ટેન્શન લાઈનના થાંભલા ખોડવાનું કામ તાત્કાલિક બંધ થાય.

બજાર ભાવ મુજબ વળતર: જમીન પર ટાવર ઉભા કરવા બદલ યોગ્ય અને ન્યાયી વળતર મળવું જ જોઈએ.

ખેડૂત એકતા: તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને એક થઈ આ સત્યાગ્રહમાં જોડાવા આહવાન.

ઐતિહાસિક ધરોહર, સૌમ્ય સંસ્કૃતિ અને વૈશ્વિક ઓળખ ધરાવતા જામનગરની ખમીરવંતી પ્રજાને ‘નવાનગર’ના 487માં સ્થાપના દિવસની ખૂબ ખૂબ...
19/08/2026

ઐતિહાસિક ધરોહર, સૌમ્ય સંસ્કૃતિ અને વૈશ્વિક ઓળખ ધરાવતા જામનગરની ખમીરવંતી પ્રજાને ‘નવાનગર’ના 487માં સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ
@487

ભારતના 80માં સ્વાતંત્ર્ય દિવસની સર્વે દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ...આજે આપણે જે ખુલ્લી હવામાં આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છી...
15/08/2026

ભારતના 80માં સ્વાતંત્ર્ય દિવસની સર્વે દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ...

આજે આપણે જે ખુલ્લી હવામાં આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ, તે લાખો વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના અતૂટ સંઘર્ષ અને સર્વોચ્ચ બલિદાનનું પરિણામ છે.
દેશની રક્ષા કાજે સરહદ પર ખડેપગે ઊભેલા આપણા વીર જવાનોના શૌર્ય અને સમર્પણને દિલથી સલામ.
તેમજ માતૃભૂમિ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું, તેવા દરેક અમર શહીદોને કોટિ-કોટિ વંદન....
ચાલો, આ પાવન દિવસે આપણે સૌ સાથે મળીને ભારતને વધુ સશક્ત, સમૃદ્ધ અને એકતાપૂર્ણ બનાવવાનો સંકલ્પ લઈએ.
જય હિન્દ....વંદે માતરમ્....ભારત માતા કી જય....

� 'sfoundation

04/08/2026

શું સત્ય બોલવાની આ જ સજા છે? જામનગરમાં સત્તા અને કોર્પોરેટનું ગંદુ ષડયંત્ર!
મિત્રો, 'સનાતન સત્ય' ચેનલના સંજયભાઈ ચેતરીયાએ વનતારા-રિલાયન્સના પ્રદૂષણ અને ભ્રષ્ટાચાર સામે બેધડક અવાજ ઉઠાવ્યો, તો પરિણામ શું આવ્યું? એકસાથે 5-5 FIR!
આખું તંત્ર સત્યના આ અવાજને જેલના સળિયા પાછળ ધકેલવા કામે લાગી ગયું છે.
સાચુ ખોટુ તો કોર્ટમાં ખબર પડી જ જશે....

આ વીડિયોમાં ૮-૮ વર્ષ જૂના અને હાસ્યાસ્પદ કેસોની એક-એક પોલ ખોલી છે. સંજયભાઈને કઈ રીતે રાજકીય ઈશારે ફસાવવામાં આવ્યા છે તેનું આખું કાવતરું આ વીડિયોમાં ખુલ્લું પાડ્યું છે.
આ માત્ર સંજયભાઈની લડાઈ નથી, આ આપણા સૌની લડાઈ છે. સમગ્ર જનતા અને ખાસ કરીને આહીર સમાજને મારી નમ્ર અપીલ છે કે આ નિર્ભય યુવા લીડરને બચાવવા આગળ આવો. જો આજે આપણે ચૂપ રહ્યા, તો કાલે અન્યાય સામે બોલવાવાળું કોઈ નહીં બચે!
પ્રદૂષણ મુક્ત જામનગર અને સત્યની આ લડાઈમાં સાથ આપવા આ વીડિયો પૂરો જુઓ અને દરેક ગ્રુપમાં વધુમાં વધુ શેર કરો. 🙏
સત્યમેવ જયતે
જય હિંદ, જય મુરલીધર! 🚩

03/08/2026

🚨 કોઈ એક નહીં, ૨૮ ખેડૂતોની આજીવિકાનો સવાલ: પોરબંદર કલેક્ટરશ્રીને ન્યાયની માંગ સાથે અરજી! 🚨

આજે ભારવાડા ગામના ખેડૂત ભાઈઓ સાથે રહીને પોરબંદર કલેક્ટરશ્રીને એક અત્યંત મહત્વપૂર્ણ અરજી સુપરત કરી.

સમગ્ર મામલો શું છે?

➡️વર્ષ ૧૯૫૬માં ડેમ બનાવવાના હેતુથી આ જમીન કાગળ પર "સરકારી" થઈ હતી, પરંતુ ત્યાં ડેમ ક્યારેય બન્યો જ નહીં.

➡️આજદિન સુધી એટલે કે છેલ્લા ૭૨ વર્ષથી આ જમીનનો કબજો ખેડૂતો પાસે જ છે અને તેઓ તેના પર ખેતી કરી રહ્યા છે.

➡️હવે અચાનક ખેડૂતોને જમીન ખાલી કરવા કલમ ૨૦૨ હેઠળ નોટિસો ફટકારવામાં આવી રહી છે, જેથી આ જમીનો સરકારના માનીતા ઉદ્યોગપતિઓને પધરાવી શકાય.

➡️ખેડૂતોની મુખ્ય માંગ:
ખેડૂતોની સ્પષ્ટ રજૂઆત છે કે જો ઉદ્યોગપતિઓને પ્રોજેક્ટ માટે જમીન મળતી હોય, તો ભારતીય બંધારણના સમાનતાના અધિકાર (Article 14) હેઠળ આ ૨૮ ખેડૂતોને પણ તેમની જમીન કાયમી નિયમિત (Regularise) કરી આપવામાં આવે.

મધર્સ ફાઉન્ડેશન ટ્રસ્ટ જામનગર આ લડતમાં ખેડૂતોની સાથે છે.

જય જવાન, જય કિસાન! 🇮🇳

ગઈકાલે જામનગર કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ રાજ્ય સરકારના હાઈ-ટેન્શન વીજ લાઈનના નવા અને અન્યાયી ઠરાવનો સખત વિરોધ નોંધાવ્યો ...
01/08/2026

ગઈકાલે જામનગર કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ રાજ્ય સરકારના હાઈ-ટેન્શન વીજ લાઈનના નવા અને અન્યાયી ઠરાવનો સખત વિરોધ નોંધાવ્યો છે.

સરકાર દ્વારા જમીન મૂલ્યાંકન માટે જે "લોટરી સિસ્ટમ" લાવવામાં આવી છે, તે ખેડૂતોની રાત-દિવસની મહેનતની મજાક ઉડાવવા સમાન છે. ખેડૂતોની જમીન એ કોઈ રમત નથી! આ નવો ઠરાવ ખેડૂતોના હિતમાં નથી અને ખેડૂતોને તે બિલકુલ મંજૂર નથી.

ખેડૂતોની માંગણીઓ એકદમ સ્પષ્ટ છે:

આ અન્યાયી અને ખેડૂત વિરોધી ઠરાવ તાત્કાલિક રદ કરવામાં આવે.

રાજસ્થાન સરકારની જેમ ગુજરાતના ખેડૂતોને પણ તેમની જમીનનું બજાર કિંમત ના ૪૦૦% વળતર આપવામાં આવે.

જ્યાં સુધી ખેડૂતોને તેમનો હક અને ન્યાય નહીં મળે, ત્યાં સુધી ખેડૂતોની આ લડત ચાલુ રહેશે. જમીન ખેડૂતની, નિર્ણય પણ ખેડૂતનો! ✊🌾

30/07/2026

🚨 ખેડૂત મહારેલી - જામનગર 🚨

જય જવાન, જય કિસાન! 🌾
આપણી જમીન, આપણો હક્ક! વીજ લાઈન વળતરના કાળા પરિપત્ર વિરુદ્ધ જામનગરમાં ખેડૂતોનો મહાસંગ્રામ! ✊🌾

આ માત્ર ખેડૂતોની લડાઈ નથી, આપણા અને આવનારી પેઢીના ભવિષ્યનો સવાલ છે. યુવા શક્તિ જાગશે તો સરકારને નમવું જ પડશે. આવો, એક થઈએ અને આપણો અવાજ બુલંદ કરીએ!

📅 તારીખ: ૩૧ જુલાઈ, ૨૦૨૬ (શુક્રવાર)
⏰ સમય: સવારે ૧૦:૦૦ વાગ્યે
📍 સ્થળ: વીરલબાગ, જામનગર
🚶‍♂️ રૂટ: વીરલબાગથી કલેક્ટર કચેરી સુધી

📢 આ પોસ્ટ/વીડિયોને વધુમાં વધુ શેર કરો જેથી ગુજરાતના ખુણે ખુણે આપણો અવાજ પહોંચી શકે!

28/07/2026
28/07/2026

Address

THE MOTHERS FOUNDATION , Ranjit Sagar Road
Jamnagar
361005

Alerts

Be the first to know and let us send you an email when Jal Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category