Law4Gujarati

Law4Gujarati Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Law4Gujarati, Legal Service, Dhanera.

Admin :- Adv Bhupat Makwana
તમામ ગુજરાતી લોકો સમજી શકે એવી સરળ ભાષામાં રોજબરોજના જીવનમાં આવતી કાયદાકીય ગૂંચવણને ઉકેલવાના ઉદ્દેશથી કેટલીક કાયદાકીય માહિતી પ્રસ્તુત કરીએ છીએ . ⚖️⚖️
Avail Best legal services👨‍⚖️
WhatsApp :- 9099478345

ઓડિશાના બે સરકારી કર્મચારીઓના પ્રમોશન મુદ્દે સુપ્રીમની સ્પષ્ટતાસરકારી કર્મચારીઓને ફરજિયાત પ્રમોશન માગવાનો કોઈ અધિકાર નથી...
21/05/2026

ઓડિશાના બે સરકારી કર્મચારીઓના પ્રમોશન મુદ્દે સુપ્રીમની સ્પષ્ટતા

સરકારી કર્મચારીઓને ફરજિયાત પ્રમોશન માગવાનો કોઈ અધિકાર નથી

સુપ્રીમ કોર્ટે પ્રમોશનને લઈને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે સરકારી કર્મચારીઓ પાસે જૂના સર્વિસ નિયમોના આધારે પ્રમોશન માગવાનો કોઈ અધિકાર નથી હોતો, સરકાર ઇચ્છે ત્યારે નવા નિયમો લાગુ કરીને પ્રમોશન કે ખાલી જગ્યાઓ ।
પર ભરતીના નિર્ણયો લઇ શકે છે. ઓડિશાના કર્મચારીઓના મામલાને લઇને હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં થયેલી અપીલ પર સુનાવણી દરમિયાન આ સ્પષ્ટતા કરવામાં આવી હતી અને કહ્યું હતું કે આપમેળે પ્રમોશન આપવું જ પડે તેવો કોઇ નિયમ નથી.
પરીક્ષા નહીં પ્રમોશનના આધારે સીનિયરનું પદ ભરવા હાઈકોર્ટે સરકારને કહ્યું હતું, સુપ્રીમે આ આદેશ રદ કર્યો
ઓડિશામાં ટ્રાન્સપોર્ટ ઓફિસરના આધારે અસિસ્ટન્ટ ટ્રાન્સપોર્ટ ઓફિસરનું પદને લઈને થયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ઓગસ્ટીન જ્યોર્જ મસીહની બેંચ સમક્ષ ઓડિશા હાઇકોર્ટના ચુકાદા સામે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી અપીલ પર સુનાવણી થઈ હતી. આ
પદ માગ્યું હતું, કર્મચારીઓની એવી | દલીલ હતી કે આ પદ એવા સમયે ખાલી પડયું હતું જ્યારે જુના સર્વિસ નિયમો અમલમાં હતા, આ નિયમો મુજબ | યોગ્યતા ધરાવતા સીનિયર અસિસ્ટન્ટ્સને મેરિટ અને યોગ્યતાના
પરીક્ષાના આધારે થવા લાગી.
પદ ખાલી પડ્યું ત્યારે પ્રમોશનના આધારે ભરતીનો નિયમ હતો, સરકારે બાદમાં પરીક્ષા દ્વારા ભરતીનો નિયમ લાગુ કરી દીધો
અપીલનો સ્વીકાર કરતી વખતે સુપ્રીમ । કોર્ટે એવી સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ સરકારી કર્મચારી પ્રમોશન માગવાનો કોઇ અધિકાર નથી ધરાવતો. આ સમગ્ર મામલો ઓડિશાના ટ્રાન્સપોર્ટ વિભાગ સાથે જોડાયેલો છે. આ વિભાગમાં કામ કરતા બે કર્મચારીઓએ પ્રમોશનના
આધારે પ્રમોશન આપી શકાય. જોકે પ્રમોશન થાય તે પહેલા જ ઓડિશા સરકારે ૨૦૧૭માં અને પછી ૨૦૨૧માં નવા ભરતી અને પ્રમોશન નિયમો લાગુ કરી દીધા હતા. જેને કારણે પ્રમોશન અટકી પડયું હતું, બાદમાં આ પદ પર ભરતી પ્રમોશનના આધારે નહીં પણ |
નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હોવા છતા ઓડિશા હાઈકોર્ટે કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને સરકારને આ કર્મચારીઓને પ્રમોશન આપવા વિચારવા કહ્યું હતું, બાદમાં ઓડિશાની સરકારે હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમમાં અપીલ કરી હતી. હવે સુપ્રિમના યુ છે કે સરકાર નિયમોમાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે, તેથી કર્મચારીઓ પદને લાયક હોવા છતા ફરજિયાત પ્રમોશનનો અધિકાર નથી ધરાવતા. એટલે કે કર્મચારીઓને ફરજિયાત પ્રમોશનનો અધિકાર નથી. જોકે કર્મચારીઓ પ્રમોશનની માગણી કરી શકે છે પરંતુ આપમેળે ફરજિયાત પ્રમોશનનો કોઈ નિયમ નથી.

સત્તાનો મદ / PSIએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સંકુલમાંથી વકીલનું બાઈક ડિટેન કર્યું, કારણ આપ્યું ટ્રાફિકને અડચણરૂપ..        ...
19/05/2026

સત્તાનો મદ / PSIએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સંકુલમાંથી વકીલનું બાઈક ડિટેન કર્યું, કારણ આપ્યું ટ્રાફિકને અડચણરૂપ..

જુઓ આ...
18/05/2026

જુઓ આ...

પત્ની-પુત્રીનો મકાનમાલિક પાસે બળાત્કાર કરાવ્યોભાડું ચૂકવવાના પૈસા ન હતા એટલે સોદો કર્યો, બંને આરોપી જેલહવાલે
17/05/2026

પત્ની-પુત્રીનો મકાનમાલિક પાસે બળાત્કાર કરાવ્યો
ભાડું ચૂકવવાના પૈસા ન હતા એટલે સોદો કર્યો,
બંને આરોપી જેલહવાલે

કઈ સિસ્ટમ્સ સાથે રહેશે કનેક્ટિવિટી?ઈ-કોર્ટ: કેસની મુદત અને ઓર્ડરની ત્વરિત જાણકારીપોલીસ ડેટા: એફ.આઈ.આર. અને તપાસના કાગળો ...
16/05/2026

કઈ સિસ્ટમ્સ સાથે રહેશે કનેક્ટિવિટી?

ઈ-કોર્ટ: કેસની મુદત અને ઓર્ડરની ત્વરિત જાણકારી

પોલીસ ડેટા: એફ.આઈ.આર. અને તપાસના કાગળો સીધા મોબાઈલ પર

ઈ-ફોરેન્સિક: લેબ રિપોર્ટ્સનું ઓનલાઈન ટ્રેકિંગ

ઈ-પ્રિઝન: કેદીઓના ડેટા અને જેલ રેકોર્ડ સાથે જોડાણ

વાતચીત માટેનું સાધન નથી, પરંતુ એક સંપૂર્ણ ન્યાયિક ડેટાબેઝ તરીકે કાર્ય કરશે. મોબાઈલ ફોનના લીધે સરકારી વકીલો હવે સીધા જ એફ.આઈ.આર. અને ચાર્જશીટની વિગતો ત્વરિત મેળવી શકશે. એફ.એસ.એલ.ના રિપોર્ટ અને પુરાવાઓનું ઓનલાઈન ટ્રેકિંગ કરી શકશે, કોર્ટની મુદતો, આદેશો અને કેસ સ્ટેટસની લાઈવ અપડેટ્સ લઈ શકશે.

ઉપરાંત, કેદીઓની વિગતો અને જેલ પ્રશાસન સાથે સંકળાયેલી માહિતી પણ મેળવી શકશે. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના ડાયરેક્ટર એ.આર. પટેલે જણાવ્યું હતું કે, અગાઉ કેસ ડાયરી અને કાગળોના ભાર નીચે કામ કરવું પડતું હતું, પરંતુ હવે આ સ્માર્ટફોન આવવાથી કામગીરી પેપરલેસ અને ઝડપી બનશે. ટેકનોલોજી સાથેના આ

સરકારી વકીલોને મોબાઈલ ફોન અપાયા

રાજ્યભરના આશરે ૭૫૦થી વધુ સરકારી વકીલોને અત્યાધુનિક મોબાઈલ ફોન આપવામાં આવ્યા છે. આ મોબાઈલ ફોનમાં પોલીસ એફ.આઈ.આર. દાખલ કરે તે સાથે જ ચાર્જશીટ સહિતના દસ્તાવેજો જોઈ શકાશે. આ ઉપરાંત સરકારી વકીલોની કામગીરી તથા તેમની કોર્ટમાં હાજરી સહિતની વિગતો ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન જોઈ શકશે.

સમન્વયથી વકીલો કોર્ટમાં દલીલો કરતી વખતે પળવારમાં પુરાવાઓ કે અગાઉના ચુકાદાઓ જોઈ શકશે. આનાથી કેસના નિકાલની પ્રક્રિયામાં ગતિ આવશે અને સામાન્ય જનતાને ઝડપી ન્યાય મળશે.

પોલીસ, જેલ, કોર્ટ અને પ્રોસિક્યુશન એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર હશે, ત્યારે માહિતીની આપ-લેમાં થતી ભૂલો અને સમયનો વ્યય અટકશે.

ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન બાદ ડીજીપી ડૉ. કે એલ એન રાવે ગુજરાત પોલીસના અધિકારીઓને સૂચના આપીપોલીસ અધિકારીઓ હવે નાયબ મુખ્યમ...
14/05/2026

ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન બાદ ડીજીપી ડૉ. કે એલ એન રાવે ગુજરાત પોલીસના અધિકારીઓને સૂચના આપી

પોલીસ અધિકારીઓ હવે નાયબ મુખ્યમંત્રી માનશે કે ડીજીપીનું?

દોરડાથી બાંધીને આરોપીઓના સરઘસ ન કાઢવા અને માર નહીં મારવા પરિપત્ર
આખો પરિપત્ર વાંચવો હોય તો મને મેસેજ કરો સેન્ડ કરી દઇશ

 #સુપ્રીમકોર્ટમાં વર્ષોથી પડતર  #કેસના નિકાલ માટે ઓગસ્ટમાં સ્પેશિયલ  #લોકઅદાલત..
14/05/2026

#સુપ્રીમકોર્ટમાં વર્ષોથી પડતર #કેસના નિકાલ માટે ઓગસ્ટમાં સ્પેશિયલ #લોકઅદાલત..

ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન બાદ ડીજીપી ડૉ. કે એલ એન રાવે ગુજરાત પોલીસના અધિકારીઓને સૂચના આપીપોલીસ અધિકારીઓ હવે નાયબ મુખ્યમ...
14/05/2026

ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન બાદ ડીજીપી ડૉ. કે એલ એન રાવે ગુજરાત પોલીસના અધિકારીઓને સૂચના આપી

પોલીસ અધિકારીઓ હવે નાયબ મુખ્યમંત્રી માનશે કે ડીજીપીનું?

દોરડાથી બાંધીને આરોપીઓના સરઘસ ન કાઢવા અને માર નહીં મારવા પરિપત્ર
આખો પરિપત્ર વાંચવો હોય તો મને મેસેજ કરો સેન્ડ કરી દઇશ

આંતરધર્મીય લગ્ન કરનાર યુવતીને યુવક સાથે જવા હાઈકોર્ટની મંજૂરીલઘુમતી ધર્મના યુવક અને હિન્દુ યુવતીનો મામલો| હાઈકોર્ટ સમક્ષ...
14/05/2026

આંતરધર્મીય લગ્ન કરનાર યુવતીને યુવક સાથે જવા હાઈકોર્ટની મંજૂરી

લઘુમતી ધર્મના યુવક અને હિન્દુ યુવતીનો મામલો

| હાઈકોર્ટ સમક્ષ આંતરધર્મીય લગ્નનો એક મામલો પહોંચ્યો હતો. જેમાં હાઇકોર્ટે દંપતીને રક્ષણ આપવાનો હુકમ કર્યો છે. સાથે જ તેમના લગ્નની નોંધણી સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કરાવવાનો અને નારી સંરક્ષણ ગૃહમાંથી યુવતીને યુવક સાથે જવા માટેની મંજૂરી આપી છે. પોલીસને પણ નિર્દેશ કરવામાં આવ્યા છે કે દંપતીને કોઈ હેરાન ના કરે એ સુનિશ્ચિત કરવાનું રહેશે.

આ જ મામલે હાઈકોર્ટે અગાઉ યુવકને આદેશ આપ્યા હતા કે ભવિષ્યમાં જો તેઓ અલગ થાય તો યુવતીની સુરક્ષા માટે 3 લાખ રૂપિયા જમા કરાવવાના

રહેશે. ઉલ્લેખનીય છે કે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નને લઈને હિન્દુ સંગઠનોએ ઉહાપોહ મચાવ્યો હતો. આ મામલો મહેસાણા જિલ્લાનો છે, જ્યાં અલગ-અલગ ધર્મના 22 વર્ષીય યુવક અને 21 વર્ષીય યુવતી સાથે રહેતા હતા. તેમને અલગ કરવામાં આવ્યા હતા અને યુવતીને બનાસકાંઠાના પાલનપુર સ્થિત મહિલા સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. યુવકે આ મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. યુવકે તેની પાર્ટનરની કસ્ટડી માંગી હતી અને કોર્ટને જણાવ્યું હતું કે તેઓ લગ્ન કરવા ઈચ્છે છે.

હાઈકોર્ટે યુવતીની ઈચ્છા જાણવા માટે તેને બોલાવી હતી. હાઈકોર્ટે ભવિષ્યમાં કોઈ કમનસીબ સંજોગો ઊભા થાય તો યુવતીની આર્થિક સુરક્ષા જોખમમાં હોવાની ચિંતા વ્યક્ત કર્યા બાદ યુવકને

ત્રણ લાખ રૂપિયા જમા કરાવવાની તૈયારી દર્શાવતું સોગંદનામું ફાઇલ કરવા જણાવ્યું હતું. યુવકે કહ્યું હતું કે તે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા અને તે માટેની તમામ કાનૂની જરૂરિયાતોનું પાલન કરવા તૈયાર છે. તેણે એવી પણ બાહેંધરી આપી હતી કે તે તેની ક્ષમતા અને સાધનો મુજબ તેના ભરણપોષણ, રહેઠાણ અને જીવનની તમામ જરૂરિયાતો પૂરી પાડશે. તે યુવતી સાથે ગરિમા અને સન્માન સાથે વર્તશે અને તમામ બાબતોમાં તેની સુખાકારી સુનિશ્ચિત કરશે. હાઈકોર્ટે યુવકને રાષ્ટ્રીયકૃત બેંકમાં રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ યુવતીનું બેંક ખાતું ન હોવાથી હાઈકોર્ટે રજિસ્ટ્રીને તેના નામે ખાતું ખોલવા અને ફિક્સ્ડ ડિપોઝિટનું વ્યાજ સમયાંતરે તેના ખાતામાં જમા કરવા નિર્દેશ આપ્યો હતો.
#ગુજરાતી

“આપ માત્ર જજ નહોતા,પણ માર્ગદર્શક અને પ્રેરણા પણ હતા.નવી જગ્યાએ આપ વધુ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ.”
13/05/2026

“આપ માત્ર જજ નહોતા,
પણ માર્ગદર્શક અને પ્રેરણા પણ હતા.
નવી જગ્યાએ આપ વધુ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ.”

Address

Dhanera

Alerts

Be the first to know and let us send you an email when Law4Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category