Advocate Anand Brahmbhatt & Associates

Advocate Anand Brahmbhatt & Associates SPECIALITY IN MAJOR CRIMINAL OFFENCES
[Practising Advocates in the High Court of Gujarat & Sessions Court of Ahmedabad (Since 2008 i.e.nearly for 10 yrs)]

“સેશન” શબ્દ અંગ્રેજી કાનૂની પરંપરામાંથી આવ્યો છે.બ્રિટિશ રાજકાળમાં King’s Judges જેને Justices of Assize કહેવામાં આવતાં ...
09/10/2025

“સેશન” શબ્દ અંગ્રેજી કાનૂની પરંપરામાંથી આવ્યો છે.
બ્રિટિશ રાજકાળમાં King’s Judges જેને Justices of Assize કહેવામાં આવતાં અને તેઓ વિવિધ જિલ્લાઓમાં જઈને એક નિશ્ચિત સમયગાળા માટે “SESSIONS”—એટલે કે કોર્ટની બેઠક રાખતા હતાં.આ બેઠકોમાં જજ સાહેબો દ્વારા Quarter Sessions (વર્ષમાં ચાર વખત) અને Assize Sessions (ભારે ગુનાઓ માટેની સુનાવણીઓ) નામદાર કોર્ટસમાં કરવામાં આવતી હતી.

એટલે “Court of Session”નો મૂળ અર્થ એવો થાય કે એવી કોર્ટ કે જેમાં એક નિશ્ચિત સમય માટે બેસીને જજ સાહેબ ગંભીર ગુનાઓની સુનાવણી કરે.

બ્રિટિશ શાસન દરમિયાન એ જ પદ્ધતિ ભારતમાં પણ અમલમાં આવી.
દરેક જિલ્લા અથવા જિલ્લાઓના જૂથ માટે એક Court of Session બનાવવામાં આવી અને જેના વડા Sessions Judge બન્યા.એ “Sessions Judge” સમયાંતરે ગંભીર ગુનાઓની સુનાવણી કરવા બેઠકો રાખતાં અને આથી એ કોર્ટને “Sessions Court” કહેવામાં આવી.

આજે પણ આપણે કહીએ છીએ કે -
“Sessions Case No. ૦૦૭/૨૦૨૫ City Civil & Sessions Court, Ahmedabad માં ચાલી રહ્યો છે.” કારણ કે ગંભીર ગુનાઓના કેસો Magistrate કોર્ટમાંથી “committed to the Court of Session” (ક્રિમિનલ પ્રોસીજર કોડની ક.૨૦૯ / બી.એન.એસ.એસ.ની ક.૨૩૨ હેઠળ) થાય છે — એટલે કે મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી કેસને હિયરિંગ માટે નામદાર સેશન્સ કોર્ટમાં મોકલવામાં આવે છે.”

કાનૂની આધાર : “Sessions Court” શબ્દનો કાનૂની આધાર ક્રિમિનલ પ્રોસીજર કોડની ક.૯ / બી. એન. એસ. એસ.ની ક.૮ છે અને આ પ્રમાણે રાજ્ય સરકારની જવાબદારી છે કે તે દરેક Sessions Division માટે એક Court of Sessionની સ્થાપના કરશે.દરેક Sessions Division સામાન્ય રીતે એક જિલ્લાને સમાન હોય છે.

સેશન્સ કોર્ટનો અર્થ અને મહત્વ ખૂબ મોટું છે :
આજના સમયમાં “Sessions Court”નો અર્થ છે - જિલ્લા સ્તરે આવેલી મુખ્ય ફોજદારી ન્યાયાલય;
જ્યાં ફક્ત ભારે ગુનાઓની સુનાવણી હાથ ધરવામાં આવે છે.

સામાન્ય વ્યક્તિની સમજ ખાતર કહી તો જે નામદાર Magistrate Courts કરતાં એક પગથિયું ઉપરની અદાલત છે અને માનનીય High Court કરતાં એક પાયદાન નીચેની અદાલત ગણવામાં આવે છે. જેમાં લઘુત્તમ સજા ૭ વર્ષ અને મહત્તમ સજા આજીવન કેદથી લઈને ફાંસી કરવાની ખૂબ જ વિશાળ સત્તા આપવામાં આવેલી હોય છે અને આ સેશન્સ અદાલતમાં ખૂન, બળાત્કાર, નકલી ચલણી નોટોને લગત કેસીઝ, અપમૃત્યુ/અકુદરતી મૃત્યુ કે જેમાં પરિણીતાને સળગાવી કે ગળે ટૂંપો આપીને મારી નાંખવી, પોકસો કેસીઝ, લાંચ રૂશ્વતને લગત કેસીઝ, સી.બી.આઈ. કેસીઝ, એન.આઈ.એ.ના કેસીઝ, નાર્કોટિક્સ ડ્રગ્ઝ અને સાયકો ટ્રોપિક સબસ્ટન્સને લગત કેસીઝ તથા અન્ય સેશન્સ ટ્રાયેબલ કેસીઝની સુનાવણી હાથ ધરવામાં આવતી હોય છે. અને આ પ્રકારના ગંભીર કેસીઝની ફરિયાદ પક્ષે એટલે કે રાજ્ય સરકાર વતી સુનાવણી હાથ ધરવાની અસાધારણ કાર્ય સરકારી વકીલ સાહેબને શિરે હોય છે.

“Session” શબ્દનો અર્થ લેટિન શબ્દ “SESSIO” પરથી ઉતરી આવેલ છે. જેનો અર્થ — “બેસવું” અથવા “બેઠક” એવો થાય છે.ભારતમાં લોર્ડ કોર્ન વૉલીસે બ્રિટિશ શાસન કાળ દરમિયાન પ્રથમ સેશન્સ કોર્ટ બંગાળ પ્રેસિડન્સીમાં વર્ષ ૧૭૯૦માં સ્થાપી તેવું માનવામાં આવે છે. ટૂંકમાં, જેમાં ગંભીર કેસીઝની સુનાવણી એક પછી એક સેશનમાં નિરંતર સાંભળીને ચુકાદો જાહેર કરવામાં આવે તેવી માનનીય અદાલત. એવું કહેવાય છે કે ૨૧ સદીના પૂર્વાર્ધ સુધી એવા જજ સાહેબ તેઓની બહુમૂલી સેવાઓ આપતાં હતાં કે જેઓ દસેક દિવસમાં જ ખૂન અને બળાત્કાર જેવાં ગંભીર ગુનાની સુનાવણી હાથ ધરતાં અને ચુકાદો જાહેર કરી સાચા અર્થમાં ન્યાય કરતાં અને જે માટે સરકારી વકીલ સાહેબનો તથા બચાવના વકીલ સાહેબનો પણ સિંહ ફાળો સાથો સાથ રહેતો. આજે પણ અમદાવાદની સેશન્સ અદાલતમાં સંનિષ્ઠ ન્યાયમૂર્તિઓ સેવા આપી રહ્યાં છે અને કોઈપણ અન્ય જિલ્લાની સેશન્સ અદાલત કરતાં અંહિયા સેશન્સ અદાલતની કાર્ય પદ્ધતિ અનિવાર્ય પણે બિરદાવવવા યોગ્ય છે. – એડવોકેટ શ્રી આનંદ બ્રહ્મભટ્ટ

"આઈ કિલ્ડ બાપુ" એક અચૂક જોવા જેવી ફિલ્મ છે, તમે હિન્દુ છો ? ખરેખર છો ? તો ZEE5 પર આ ફિલ્મ અચૂક જોવા વિનંતી. આપણે જે મહાશ...
14/10/2023

"આઈ કિલ્ડ બાપુ" એક અચૂક જોવા જેવી ફિલ્મ છે, તમે હિન્દુ છો ? ખરેખર છો ? તો ZEE5 પર આ ફિલ્મ અચૂક જોવા વિનંતી. આપણે જે મહાશયને ***"રાષ્ટ્ર પિતા"*** તરીકે ફકત ઉપર ઉપરથી જાણીએ છીએ તેમની સાચી ઓળખાણ શું આ ફિલ્મ થકી આપણા સૌને થશે ?
ઘરના તમામને સાથે બેસીને જોવા જેવી આ ફિલ્મ છે. લિંક ઓપન કરી જુઓ......

Watch I Killed Bapu full movie online in HD. Enjoy I Killed Bapu starring Sameer Deshpande, Rajesh Khatri, Mukesh Kapani, Akshay Verma, Nagesh Mishra, Umashankar Goyenka and directed by Hyder Kazmi - only on ZEE5

ભાઈ શ્રી જગદીશના 14 વર્ષના દીકરા યશને બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાને સિમ્સ હોસ્પિટલમાં હાલ એડમિટ કરેલ છે, એ માટે રૂપિય...
24/09/2023

ભાઈ શ્રી જગદીશના 14 વર્ષના દીકરા યશને બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાને સિમ્સ હોસ્પિટલમાં હાલ એડમિટ કરેલ છે, એ માટે રૂપિયા પાંચ લાખ હોસ્પિટલમાં ભરવાના છે. જે દાતા મદદ કરવા ઇચ્છતા હોય તે ઉપર જણાવેલ ક્યુ આર કોડને સ્કેન કરીને ફકત 1 (એક) રૂપિયાની મદદ કરશો અને અન્ય ગ્રુપમાં અચૂક મોકલો તે અપેક્ષિત છે. હું પોતે આ જગદીશભાઈના વ્યક્તિગત પરિચયમાં છું, અને તેથી આ અંગે આપને મારી અંગત ભલામણ છે. - એડવોકેટ આનંદ બ્રહ્મભટ્ટ
(જગદીશ ભાઈનો નંબર : 9978089668)

ભાઈ શ્રી જગદીશના દીકરાને બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાને એડમીટ કરેલ છે, એ માટે રૂપિયા પાંચ લાખ હોસ્પિટલમાં ભરવાના છે. જ...
24/09/2023

ભાઈ શ્રી જગદીશના દીકરાને બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાને એડમીટ કરેલ છે, એ માટે રૂપિયા પાંચ લાખ હોસ્પિટલમાં ભરવાના છે. જે દાતા મદદ કરવા ઇચ્છતા હોય તે ઉપર જણાવેલ બેન્કિંગ વિગતને ધ્યાને લઇ મદદ કરે તે અપેક્ષિત છે. હું પોતે આ જગદીશભાઈના વ્યક્તિગત પરિચયમાં છું, અને તેથી આ અંગે મારી આપને ભલામણ છે.
- એડવોકેટ આનંદ બ્રહ્મભટ્ટ 9510150001

બળાત્કારના કેસમાં આરોપી નિર્દોષ જાહેર.....કાયદાથી વિસંગત પોલીસ તપાસનો લાભ આરોપીને આપી નામદાર સેશન્સ કોર્ટે બળાત્કાર / પો...
20/02/2019

બળાત્કારના કેસમાં આરોપી નિર્દોષ જાહેર.....

કાયદાથી વિસંગત પોલીસ તપાસનો લાભ આરોપીને આપી
નામદાર સેશન્સ કોર્ટે બળાત્કાર / પોક્સોનાં કેસમાં આરોપીને નિર્દોષ છોડ્યો
----------------------------------------
કાયદો નિષ્ફળ નથી જતો પરંતુ કાયદાનું અમલીકરણ કરનારાં જ નિષ્ફળ જાય છે તે વાતને દાણીલીમડા પોલીસે ફરી એકવાર સાચી પુરવાર કરેલ છે.
દાણીલીમડા પોલીસ ખાતે આરોપી કરણ ઉર્ફે ગીલોડી S/o ગોપાલભાઈ મકવાણા સામે પોક્સો એક્ટ અન્વયે તેમજ પીનલ કોડ નીચે પણ અપહરણ, અપનયન ને બળાત્કારનો ગુનો નોંધેલ અને પોલીસના માનવા મુજબ તેની સામે પુરતાં પુરાવાઓ હોઈ પોલીસે નામદાર સ્પે’શલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ.
આરોપી સામે એવો આક્ષેપ હતો કે તેણે ફરિયાદીની સગીર વયની દીકરીને ૧૫ વર્ષ ને ૧૧ માસનાનીને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી - ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી તેણીને આખો દિવસ પોતાની પાસે રાખી ભોગબનનાર સગીર વયની હોવાનું જાણવા છતાંય તેણીની સાથે શારીરિક સંભોગ બળાત્કાર કરી પકડાઈ જઈ ગુનો કરેલ તેવો આક્ષેપ હતો.
આરોપી સામે નામદાર સેશન્સ કોર્ટમાં સદર કેસ ચાલેલ અને ભોગબનનારે તેમજ અન્ય તમામ સાહેદોએ ફરિયાદ પક્ષના કેસને નક્કર સમર્થન આપેલ.
આરોપી તરફે અગાઉ રોકેલ વકીલ સાહેબે આરોપીનો કેસ અધવચ્ચે મૂકી દીધેલ અને ત્યારબાદ આરોપીએ ઉસ્માનપુરા વિસ્તારની વિદ્યાનગર હાઈ સ્કૂલ સામે ઓફીસ ધરાવી ક્રિમિનલ પ્રેક્ટિસ કરતાં વકીલ શ્રી આનંદ એમ. બ્રહ્મભટ્ટ અને શ્રીમતી કિંજલ આનંદ બ્રહ્મભટ્ટને અગાઉના વકીલે મજધારે રઝળતાં મુકેલાં ને ચૂંથી નાંખેલા કેસમાં સક્ષમ બચાવ લઇ પોતાનો કેસ સુધારવાને લઈને પાછળથી વકીલ તરીકે નિયુક્ત કરેલાં.
આરોપીના નવા રોકેલ વકીલ શ્રી આનંદ એમ. બ્રહ્મભટ્ટ અને શ્રીમતી કિંજલ આનંદ બ્રહ્મભટ્ટ સાહેબે ભોગબનનાર, ફરિયાદી, દાકતરશ્રી, ફરિયાદ લેનાર પોલીસ અધિકારીને તેમજ તપાસ અધિકારીને રિકોલ કરવાને અરજી આપેલ અને નામદાર કોર્ટે હેવી કોસ્ટ સાથે સદર અરજી મંજુર કરી આરોપીને પોતાનો બચાવ રજુ કરવાની ન્યાયોચિત તક પૂરી પાડેલ અને આરોપીના વકીલશ્રીએ સદર તકને ઝડપી લઈને અગાઉના વકીલશ્રીનાં બગડેલાં કેસને તદ્દન નવોજ વળાંક આપી દીધેલ અને હારની બાજીને જીતમાં તબદીલ કરી દીધેલ.
વકીલશ્રી બ્રહ્મભટ્ટની ઊલટતપાસમાં નામદાર કોર્ટ રૂબરૂ તપાસ અધિકારીએ આરોપી અને ભોગબનનારનાં શરીરમાંથી મેળવેલ નમૂનાઓનું ડી.એન.એ. પરીક્ષણ કરાવેલ નહિ - ભોગબનનારનું ક્રિમિનલ પ્રો.કોડની ક.૧૬૪નું નિવેદન નોંધેલ નહિ તેમજ તપાસ અધિકારી તથા ફરિયાદ પક્ષના દાકતર ભોગબનનાર અને અન્ય સાહેદો ભોગબનનારની ઉંમર પુરવાર કરી શકેલ નહિ.
ફરિયાદ પક્ષના પોલીસ સાહેદ કુલસિંગ માનસિંગ ડાભીએ કોર્ટ રૂબરૂ સ્વીકારેલ કે તેમને પોલીસ મેન્યુઅલ શું છે તેની ખબર જ નથી. સદર ફરિયાદ લેનાર સાહેદે કોર્ટ રૂબરૂની સરતપાસમાં એવી હકીકતો જાહેર કરેલ કે જે હકીકત ફરિયાદીએ પોતાની ફરિયાદમાં પણ જાહેર કરેલ ન હતી અને જે અંગે કોર્ટ રૂબરૂ ઊલટતપાસમાં ફરિયાદ બતાવી પૂછતાં સદર સાહેદે એ વાતને કબુલ રાખેલ.
આમ, ફરિયાદ પક્ષ પોલીસની કઢંગી ને બેહુદી તપાસને લઈને પોતાનો આક્ષેપિત કેસ પુરવાર કરી શકેલ નહિ અને બીજી તરફ *વકીલશ્રી આનંદ બ્રહ્મભટ્ટની વિષય સંગત એવી ધારદાર દલીલોને માન્ય રાખીને* અમદાવાદ શહેરની ખાસ પોક્સો અદાલતના નામદાર જજશ્રી બી.જે.ગણાત્રા સાહેબે આજરોજ આરોપી કરણ ઉર્ફે ગીલોડીને બિલકુલ નિર્દોષ ઠરાવી દોષ મુક્ત જાહેર કરેલ છે.

Now we are registered,observe ®Happy Diwali ....
06/11/2018

Now we are registered,observe ®

Happy Diwali ....

18/05/2018

Good Morning.....

31/08/2017

સત્ય પીડાય છે જરૂર પરંતુ કદીયે પરાસ્ત થતું જ નથી ......
અમદાવાદ શહેરની સિટી સેશન્સ કોર્ટના જજશ્રી યુ.એમ.ભટ્ટે એટ્રોસિટી સાથે બળાત્કારના કેસમાં આરોપી મયંક સુરવિન્દરસિંગ કંવરને તકસીરવાર ઠેરવી દસ વર્ષની સજા ઠોકેલ છે. આરોપીના બચાવના કામે ટ્રાયલ કોર્ટમાં વકીલ શ્રી આનંદ બ્રહ્મભટ્ટે તેમજ તેમના પત્ની કિંજલ બ્રહ્મભટ્ટે આરોપીનો શ્રેષ્ઠ બચાવ કરેલ ; પરંતુ કાયદાકીય પુરાવાના અર્થઘટનના મુદ્દે અગમ્ય કારણોસર આરોપીને તકસીરવાર ઠેરવવામાં આવેલ.
કેસની આક્ષેપિત હકીકતનાં મુખ્ય મુદ્દામાં આરોપી સામે એવો આક્ષેપ હતો કે એક સમાચાર પત્રની લગ્ન વિષયક જાહેરાત થકી ભોગબનનાર આરોપીના સંપર્કમાં આવેલ અને પછી આરોપી તરફથી લગ્નનો પ્રસ્તાવ મૂકતાં કથિત ભોગબનનાર દ્વારા તે પ્રસ્તાવને ઠુકરાવી દેવામાં આવેલ અને પછી અચાનક બંને વચ્ચે એસ.એમ.એસ. અને ટેલિફોનિક સંપર્કનો દોર ચાલુ થયેલ. સદર ટેલિફોનિક સંપર્ક સમયાંતરે રૂબરૂ સંપર્કમાં પરિણમેલ. એક દિવસ અચાનક આરોપી ભોગબનનારનાં ઘરે આવેલ અને તેણીને તેની સાથે આવવા જણાવતાં ભોગબનનાર તેની સાથે ચાલી નીકળેલ. રસ્તામાં આરોપીએ તેણે ખરીદી માટે જે લિસ્ટ તૈયાર કરેલ તે હોટલ પર જ ભૂલી ગયો છે તેવું તેણે બહાનું કરેલ અને આનાકાની વચ્ચે બંને જણા હોટલ ક્રિસ્ટલ ખાતે ગયેલ અને પછી આરોપીએ પેપ્સીમાં કાંઈક કૈફી દ્રવ્ય પીવડાવી તેણીની સાથે બેભાન અવસ્થામાં શારીરિક સંબંધ કેળવીને તે અંગત પળોની વિડીયો કલીપ ઉતારી લીધેલ. સદર વિડીયો ક્લીપની આડમાં તેણીની સાથે વારંવાર જાતિય સંબંધ કેળવીને તેણીને પોતાની સાથે ગોવા ખાતે લઇ જઈને ગોવા ખાતે પોતાના ઘરમાં ગોંધી રાખીને અવારનવાર બળાત્કાર ગુજારીને તેણીને ગર્ભવતી બનાવી દીધેલ. તેણી ગર્ભવતી બનતાં નજીકમાં આવેલ દાકતરશ્રીના દવાખાને લઈ જઈને ગર્ભપાતની દવા પ્રિસ્ક્રીપ્શનમાં લખાવી જે તે દવા મેડીકલ સ્ટોર પરથી ખરીદ કરી લાવીને આરોપીએ તે દવા તેણીને પીવડાવીને તેણીનો ગર્ભ દુર કરી દીધેલ. ગર્ભ દુર થતા તેણીની તબિયત લથળી પડતાં તેણીના કહેવાથી તેણીને અમદાવાદ ખાતે મૂકી આવેલ. ત્યારબાદ થોડાક સમય પછી આરોપી અમદાવાદ ખાતે આવીને ભોગબનનારને ફરીવાર હોટલ ક્રિસ્ટલ ખાતે લઈ ગયેલ અને ત્યાં જઈને તેણીની સાથે અવારનવાર જાતીય સંભોગ કરેલ. પછી આરોપી તેના પિતાનું અવસાન થતાં પોતાના ઘરે દિલ્હી પરત ફરેલ અને ત્યાર પછી તેઓ બંને વચ્ચે ફક્ત ટેલિફોનિક સંપર્ક ચાલુ રહેલ અને તે પણ ધીમે ધીમે સમય જતાં ઘટી જતાં આરોપીએ બીજે લગ્ન કરતા હોવાનું ભોગબનનારને જાણ થતાં લગભગ એક વર્ષના લાંબા સમયગાળા પછીથી તીસ વર્ષની ભોગબનનારે નવરંગપુરા પોલીસ મથક ખાતે આરોપી સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરેલ.
આ કામે આરોપીના વકીલશ્રી આનંદભાઈને પૂછતા તેઓએ જણાવેલ કે આ કેસમાં ભોગબનનાર સાથે આરોપીએ ક્રિસ્ટલ હોટલમાં બળાત્કાર ગુજાર્યો અને તેની અંગત પળોની વિડીયો કલીપ ઉતાર્યાની જે ફરિયાદ હતી તે પુરવાર કરતો કોઈ જ પુરાવો સરકારી વકીલ સાહેબે કે તપાસ અધિકારીએ કોર્ટ રૂબરૂ રજુ કરેલ નહિ અને વધુમાં ફરિયાદ પક્ષનો એવો પણ કેસ છે કે ભોગબનનાર અઢી અઢી મહિના સુધી ગોવા ખાતે રહી તે દરિયાન આરોપી થકી ગર્ભવતી થયેલ અને આરોપીએ તેણીનો ગર્ભ પડાવી દીધેલ તેવો પણ કેસ હતો પરંતુ, સમગ્ર કેસમાં ભોગબનનાર ગર્ભવતી હતી તેવું પુરવાર કરતો કોઈ જ પુરાવો કોર્ટ રૂબરૂ રજુ થયેલ ન હતો. પણ ઈશ્વર સમા જજ સાહેબને ગમ્યું તે ખરું !! કોર્ટનાં ચુકાદાની ટીકા ન હોય તેમ કહી તેઓએ હાથ જોડેલ.
વકીલશ્રી આનંદ બ્રહ્મભટ્ટની આરોપીના નિષ્પક્ષ બચાવની યાત્રા ફક્ત સજા માત્રથી થંભેલ નહિ અને વકીલ શ્રી બ્રહ્મભટ્ટે આરોપીની સજા સામે નામદાર હાઈકોર્ટમાં તાબડતોબ અપીલ તૈયાર કરીને સ્વયં દાખલ કરેલ અને અપીલ સાથોસાથ જામીનની પણ દાદ માંગેલ.
તા.૨૪/૦૮/૨૦૧૭ના દિવસે નામદાર જસ્ટિસ શ્રી પી.પી.ભટ્ટ સાહેબે આરોપીની અપીલ સાથેની જામીન અરજી ગુણદોષ પર નિર્ણિત કરી આરોપી છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલમાં હોવા છતાંય તેમજ ટ્રાયલનાં અંતે દસ વર્ષની સજા આપેલ હોવા છતાંય આરોપીને નામદાર હાઈકોર્ટે જામીન મુક્ત કરેલ. જામીન મળ્યાના મુદ્દે પીઢ વકીલ શ્રી આનંદ બ્રહ્મભટ્ટ સાહેબને પૂછતા તેઓએ જણાવેલ કે સત્ય પીડાય છે જરૂર પરંતુ કદીયે પરાસ્ત થતું જ નથી અને વધુમાં, તેઓશ્રીએ એમ પણ જણાવેલ કે અપીલનો આખરી નિર્ણય પણ ન્યાયપૂર્ણ જ થશે કેમ કે હજુ પણ ઉપલી અદાલતમાં ન્યાયનું હિત જળવાય છે.

To all my clients.......
21/08/2017

To all my clients.......

05/06/2017

Thanks to All......

Address

Ahmedabad
380013

Telephone

9510150001

Website

Alerts

Be the first to know and let us send you an email when Advocate Anand Brahmbhatt & Associates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Advocate Anand Brahmbhatt & Associates:

Share