24/12/2025
અમદાવાદ ક્રિમિનલ કોર્ટસ બાર એસોસિયેશનની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરનાર સમગ્ર વિજેતા ટીમને હૃદયપૂર્વક અભિનંદન.આ જીત માત્ર પદની નથી, પરંતુ દરેક એડવોકેટના વિશ્વાસ, આશા અને અપેક્ષાની જીત છે.
બાર માત્ર એક સંસ્થા નથી, તે આપણું બીજું ઘર છે.
અહીં સિનિયરનો આશીર્વાદ, જુનિયરનો સંઘર્ષ અને સાથી એડવોકેટ્સની એકતા વસે છે.આ વિશ્વાસને જાળવી રાખી, સૌને સાથે લઈ ચાલશો – એવી ભાવના છે.
આશા છે કે આપનું નેતૃત્વ
દરેક એડવોકેટની વ્યથા સાંભળશે,
દરેક અવાજને માન આપશે,
અને બારના ગૌરવને વધુ ઉંચે લઈ જશે.
સેવા, સંવેદના અને સમર્પણ સાથે બાર માટે કામ કરો –
એવી હૃદયની લાગણી સાથે સમગ્ર વિજેતા ટીમને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ. 🙏⚖️
ફરી એકવાર વિજેતા ટીમને અભિનંદન. 🙏